તું શબ્દ , તું સુર
તું સમીપ , તું દુર
તું લયાતણાં આવર્તને વિશ્વમાં ધૂમતો
ચમકતું જ્યાં સુધી ક્યાંક ને ક્યાંક હો નૂર ,
તું પવન , તું ઋત
ઝરણ તું દોડતું દ્રુત
પરણ મર્મરે , પંખી ના કલરવે
નાદને તાલનું , ગૂંજતું ભિન્ન તું રૂપ ,
તું પૃથ્વી , તું આભ
તું દ્રશ્ય , તું આંખ
તું આખિલમાં છલકતા રૂપનો વ્યાપ
ને ધબકતા જીવનમાં રણકતું નુપુર
તું શબ્દ , તું સુર
તું સમીપ , તું દુર
- ઈશ્વર ની અનુભૂતિ નો આસ્વાદ
- અમૃત
30/4/2014
તું સમીપ , તું દુર
તું લયાતણાં આવર્તને વિશ્વમાં ધૂમતો
ચમકતું જ્યાં સુધી ક્યાંક ને ક્યાંક હો નૂર ,
તું પવન , તું ઋત
ઝરણ તું દોડતું દ્રુત
પરણ મર્મરે , પંખી ના કલરવે
નાદને તાલનું , ગૂંજતું ભિન્ન તું રૂપ ,
તું પૃથ્વી , તું આભ
તું દ્રશ્ય , તું આંખ
તું આખિલમાં છલકતા રૂપનો વ્યાપ
ને ધબકતા જીવનમાં રણકતું નુપુર
તું શબ્દ , તું સુર
તું સમીપ , તું દુર
- ઈશ્વર ની અનુભૂતિ નો આસ્વાદ
- અમૃત
30/4/2014
No comments:
Post a Comment