Friday, 16 May 2014

જનની નું ઋણ : મા મને પળે પળે સંભારે રે.....

 -  જનની નું ઋણ : મા મને પળે પળે સંભારે રે.....

જનની એટલે માતા! " માતા " શબ્દ  નથી પણ શબ્દ્તીર્થ છે.  માનો પ્રેમ જાણવો, માણવો અને વખાણવો એ અલગ વાત છે. અને ' મા ' હોવું એક અનન્ય અનુભવ છે. જે દેહમાંથી દેહ આપે, જીવમાંથી જીવ  આપે, દીવામાંથી  પ્રગટાવે, અપેક્ષા વિના પારાવાર સ્નેહ આપે, જેના પ્રેમના લેખાજોખાં થઈ ના શકે તે મા. હ્રદય થી પ્રત્કેની મા એક જ છે. મા જાણે ઈશ્વરની જેમ અંતર્યામી છે. પોતાના સંતાનને શું જોઈએ છે, એ કોઠાસુઝ થી જાણે ને છે.

મા ક્રિયાપદ છે, નામ નથી.  કોઈ પણ માણસનો જગતમાં સૌથી પહેલો શારીરિક, માનસિક ને આધ્યાત્મિક  સંબંધ માતાથી શરુ થાય છે.મા માત્ર ગર્ભ ધારણ નથી કરતી, પોષણ કરે છે, જન્મ આપે છે, ઉછેરે છે. 

મારા માતાની હુંફ , વાત્સલ્ય , શીતલ  છાયા યાદ આવતા આજે પણ મન - હ્રદય પ્રેમ અને લાગણીથી ભાવવિભોર થઇ જાય છે. મારી માતા એ પોતાનું જીવન આદર્શ જીવન વિતાવ્યું અતિશય લાગણીશીલ, કરુણામય, સહનશીલતા, ધાર્મિકતા આ બધા  ગુણો તેણે હ્રીદયપુર્વક પોતાના જીવન માં નિભાવ્યા , આળસ શું એ તેના જીવનમાં મેં ક્યારેય નથી જોયું. માતાનું જાજરમાન વ્યક્તિત્વ મને આજે પણ સાંભરે છે. માતાની ધર્મપરયાનતા ના સંસ્કારો  આજે મને આધ્યાતમિકા નો વારસો આપી ને આ સહજ્માર્ગ સુધી  ગયા જે મારા માટે મારી માતા તરફથી જીવનમાં મોટી અને અણમોલ ભેટ છે. 

અને એટલે જ કહ્યું છે કે,  માતૃત્વ પ્રેમ -  સંતાન પ્રત્યે નો પ્રેમ સવિશેષ આંધળો છે.

આભાર સહ,



1 comment:

  1. Too good article.....only you can write like this! Thanks for sharing.... :)

    ReplyDelete