Wednesday, 25 November 2015

ગુરુજી



ગુરુજી :
જે બુદ્ધ પુરુષ પાંચ તત્વો સાથે જોડાયેલ હોય તેને ગુરુ માનવો.
ગુરુ એ માનવીનું કવચ છે.
ગુરુમાં રહેલા આ પાંચ તત્વોને સમજીએ.

૧) અગ્નિતત્વ :
અગ્નિતત્વ સાથે જોડાયેલ હોય તે વ્યક્તિ. જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી દીવો પ્રગટાવી રાખે અને કાર્ય પૂર્ણ થતાં જ દીવો ઓલવી નાખે તે નહીં. પણ જેની અંદરનો અગ્નિ કાયમ પ્રજ્વલિત હોય તે. પારસીઓની અગ્નિ એ આનું પ્રતીક છે કે ભીતરમાં આગ સદા પ્રજ્વલિત રહેવી જોઈએ. અગ્નિ એ પ્રકાશ અને પવિત્રતાનું પ્રતીક છે. અગ્નિ સાધકને જાગ્રત રાખવાનું કામ કરે છે. જે વ્યક્તિની ચેતના, અસ્તિત્વ આ અગ્નિતત્વ સાથે જોડાયેલ હોય તેને બુદ્ધ પુરુષ માનવો.
૨) વાયુતત્વ :   
જે પવન સાથે જોડાયેલ હોય તે. પવન એટલે હનુમાન, પવન એટલે પ્રાણતત્વ. જેની ચેતના આ વાયુ તત્વથી જોડાયેલી હોય છે તેને બુદ્ધ પુરુષ કહેવાય છે.
૩) આકાશતત્વ :
જે આકાશતત્વ સાથે જોડાયેલ હોય છે એ મારી દ્રષ્ટિએ બુદ્ધ પુરુષ છે. જે આકાશ તત્વથી જોડાયેલ હોય અને સીમાઓમાં બંધાયેલ ન હોય. આકાશની જેમ ફેલાયેલ હોય, અસીમ હોય, ગગનસિદ્ધાંત હોય. કોઈ સિદ્ધાંતમાં એ સંકોચાય ન જાય એ બુદ્ધ પુરુષ છે.
૪) જળતત્વ :
જે જળતત્વથી જોડાયેલ હોય છે, જેની આંખો હંમેશાં ભીની હોય. સૂકી આંખોને ડોળા કહેવાય, એને આંખ ન કહેવાય. તે આંખો સાધનાથી ભરેલી હોય, બંદગીથી ભરેલી હોય. ફરીરની આંખો ભીની હોય છે.
એ ઝમઝમનું પાણી પીને જળતત્વ સાથે જોડાયેલ હોય કે ગંગાજળ પીને જોડાયેલ હોય. તે માર્ગદર્શક છે, સંદેશવાહક છે. જે જળતત્વ સાથે સીધો સંબંધ ધરાવે છે તે બુદ્ધ પુરુષ છે.
૫) પૃથ્વીતત્વ :
જેનો પૃથ્વીતત્વ સાથે સંબંધ છે તે બુદ્ધ પુરુષ છે. ઊંચાઈ ભલે ગમે તેટલી મળી જાય પણ જે ધરતી ન છોડે, પાંખો કેટલી પણ આવી જાય પણ જે પૃથ્વીથી ઉપર ઊઠીને ફુલાય ન જાય, અહંકારી ના હોય, જમીન પર કાયમ જેના ચરણ ટકેલા હોય તે બુદ્ધ પુરુષ છે.
આ પાંચ તત્વો સાથે જે જોડાયેલ છે એને જ ગુરુ સમજવો. ગુરુ જ આપણું અભેદ્ય કવચ છે.

Friday, 20 November 2015

પ્રિય મિત્રો અને મારા સ્વજનો,

પ્રણામ !

ઘણા લાંબા સમય પછી ફરી થી બ્લોગ લખવાનું ચાલુ કરું છું. આશા રાખું કે મારું લખાણ અને કવિતા ઓ તમને જરૂર થી ગમશે.

આ ભા ર
આપની અમ્રિતા